Ikigai : Original Gujarati Edition

Category Inspirational

In stock

Qty

‘તનદુરસ્ત’ અને ‘મનદુરસ્ત’ જીવનનું રહસ્ય

સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે!

જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?

એ જાદુઈ અને અનોખું રહસ્ય છે – ઇકિગાઈ. ઇકિગાઈ એટલે ‘જીવનનો ઉદ્દેશ્ય’.

જાપાનીઝ લોકો જ્યારે દુ:ખી હોય છે ત્યારે ખુદને જ પૂછતાં હોય છે કે, ‘ક્યાં ગઈ મારી ઇકિગાઈ?’ કારણ કે તે લોકો જાણે છે કે સુખ બહારથી નહીં, પણ પોતાની અંદરથી જ શોધવાનું હોય છે.

ઇકિગાઈના વિચારો વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે ફેલાઈ રહ્યા છે. તમે ભલે કોઈ પણ ઉંમરનાં હો, અથવા ભલે કોઈ પણ વ્યવસાય કે ધર્મ સાથે જોડાયેલાં હો – આ પુસ્તક તમારાં જીવનની Unique સમજણ માટે Must Read છે.

ભારતીય સંસ્કૃતિનો ‘નિરામય દીર્ઘાયુ’નો ખોવાઈ ગયેલો વિચાર – આપણને જાપાનીઝ ઇકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. ઇકિગાઈને – ભારતીય સંસ્કૃતિ, રીતિ-રિવાજો, વિચારધારામાં ઢાળીને આપણી ભાષામાં લાવનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને ‘તમારું સુખ’ શોધવા માટે ચોક્કસ મદદ કરશે. તો, તમે પણ તમારી ઇકિગાઈ શોધો અને જીવનભર `ઍક્ટિવ’ રહો.

લેખક વિશે
રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન દરમિયાન, 1986માં, તેમણે આણંદના દૈનિક `નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેમણે `ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં 16 વર્ષ સુધી પત્રકાર અને એડિટર તરીકે કામ કર્યું હતું. 2003માં, અમદાવાદથી શરૂ થયેલા `દિવ્ય ભાસ્કર’માં તેઓ એડિટર તરીકે જોડાયા હતા. વડોદરામાં `દિવ્ય ભાસ્કર’ના અને પછી દિવ્ય ભાસ્કર ડિજિટલના ગુજરાત એડિટર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. 2007માં, તેમણે `સંદેશ’ દૈનિકમાં એડિટરપદે કામ કર્યું હતું.
પત્રકારત્વની ઉમદા કારકિર્દી દરમ્યાન તેમણે આ તમામ અખબારોમાં સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, સિનેમા, કળા, વિજ્ઞાન અને ફિલૉસોફી પર નિયમિત કૉલમ લખી છે. ગુજરાતી વાચકને વિશ્વ સાહિત્ય અને જીવનલક્ષી જ્ઞાન અને માહિતી પીરસવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. ઇકિગાઈ તેમનું બીજું પુસ્તક છે. અગાઉ, તેમણે ઇઝરાયેલના ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના પ્રસિદ્ધ પુસ્તક `સેપિયન્સઃ માનવજાતિનો સંક્ષિપ્ત ઈતિહાસ’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.

SKU: 9789390298440 Category:
Weight 0.35 kg
Year

Binding

Hard Cover

Month

Format

Customer Reviews

1-5 of 1 review

  • Ashutosh Upadhyay

    Great Book !
    Great Paper Quality And Amazing Colours,
    Packaging and shipping also Great!
    Thanks Publisher For Original Gujarati Edition.

    April 23, 2021

Write a Review

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789390298440

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.35 kg

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક `નયા પડકાર'માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

Additional Details

ISBN: 9789390298440

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.35 kg