Krushna Lila Madhur Madhur (With Cd)

Select format

In stock

Qty

કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્!

આજનો યુવાન કોઈ નશાની શોધમાં છે. આજનું ‘ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર’ ક્યાંક ખોવાઈ જવા ઝંખે છે. એ પૂર ઝડપે મોટરબાઈક એવી મારી મૂકે છે, જાણે મરવાની ઉતાવળમાં ન હોય! બધી ફીકરની ફાકી મારીને એ જેને પ્રેમ કરે તેને અતિ તીવ્રતાથી પ્રેમ કરવાની ઉતાવળમાં છે. શિસ્ત પ્રત્યે એને થોડીક સૂગ હોય છે. ગતિ, ઘોંઘાટ અને ઘેનના આશક એવા એ યુવાનને હશિશ, કોકેઇન અને એલ.એસ.ડી. જેવાં ડ્રગ દ્વારા મળતી બેભાનતા ખેંચે છે. કરવું શું? આવી વિચિત્ર પરિસ્થિતિમાં એને કૃષ્ણ નામનો નશો જ બચાવી શકે તેમ છે. કૃષ્ણ તૃપ્તિદાયક છે અને મુક્તિદાયક પણ છે.
કૃષ્ણ વિષે લખતી વખતે મારી કલમ થાકતી કેમ નથી? મારે એક ખાનગી વાતને જાહેર કરવી છે. પળે પળે મને એવી પ્રતીતિ થાય છે કે હું આશીર્વાદ પામેલો (blessed) જીવ છું. શું આમ કહેવામાં અહંકાર નથી? ના, ના, ના! પ્રત્યેક જીવ આશીર્વાદ પામેલો જ હોય છે. કારણ કે પરમાત્મા આશીર્વાદ પહોંચાડવામાં કદી પણ પક્ષપાત નથી કરતા. કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી, તેઓ આપણા સૌના જીવનરથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી જ વાર છે. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્!

SKU: 9789351224921 Categories: , , ,
Weight0.07 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Krushna Lila Madhur Madhur (With Cd)”

Additional Details

ISBN: 9789351224921

Month & Year: November 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 64

Weight: 0.07 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789351224921

Month & Year: November 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 64

Weight: 0.07 kg