સુખની કિંમત કેટલી હોઈ શકે?
નિષ્ફળતાઓના કેટલાં પુરાવા આપવાના હોય?
મા-બાપ બનવાના કોઈ ટ્યૂશન ક્લાસ હોય?
વડીલો – નડતરરૂપ પથ્થર હોય કે સાચા માર્ગદર્શકો?
મનગમતી નોકરી મળે જ નહીં તો?
તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા?
આજની વાઈબ્રન્ટ Lifestyleમાં આવાં અનેક પ્રશ્નો સૌને મૂંઝવતા હોય છે અને આ પ્રશ્નોના ઉકેલ ન મળે ત્યાં સુધી સૌની જીવનનૌકા હાલકડોલક થયા કરતી રહે છે.
કહેવું હોય તો કહી શકાય કે પૃશ્વીના સૌથી પહેલાં મૅનેજમૅન્ટ ગુરુ શ્રી કૃષ્ણ હતા. તેમણે શ્રીમદ્ ભગવદગીતામાં આપેલું જ્ઞાન એ જીવનના દરેક પ્રશ્નો, મૂંઝવણો અને પરિસ્થિતિઓમાં સાચો રસ્તો બતાવનારું છે. સદીઓ પહેલાં કહેવાયેલી એ વાતો Modern સ્વરૂપમાં અહીં રજૂ કરવામાં આવી છે. તમારા જીવનમાં તમે જે સ્થિરતા શોધી રહ્યાં છો તે તમને અહીંથી મળશે.
Be the first to review “Krushna Nu Modern Management”