Sinhshashtra

Category Management
Select format

In stock

Qty

સિંહશાસ્ત્ર
ડૉ. સંદીપ કુમાર – ડૉ. નિવેદિતા ગાંગુલી

કરો Lifeનું Perfect મૅનેજમૅન્ટ સિંહની જેમ!

સમગ્ર પૃથ્વી ઉપર માત્ર બે જ રાજા છે.
એક માણસ અને બીજો સિંહ!

સિંહ માત્ર પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી જ નથી, પરંતુ માનવજાતને ઘણું જ શીખવાડી શકે તેનું જીવંત ઉદાહરણ પણ છે.

સિંહના જીવનમાં એવું તો શું છે જે આપણે શીખવું જ જોઈએ? એવી તે કઈ બાબતો છે, જેથી સિંહ સદીઓથી જંગલનો રાજા રહી શક્યો છે અને આજે પણ આપણે તેની મહાનતાને સ્વીકારીએ છીએ?

આ પુસ્તક સિંહના જીવનને, તેની Strategies, આવડતો અને તેના TIMELESS PRINCIPLESને સમજાવતું શાસ્ત્ર છે.

આ લેખકોનો અધિકૃત અનુભવ અને સૂક્ષ્મ અવલોકનોથી રજૂ થયેલી સિંહની Life & Management ટૅક્નિક્સ તમારાં જીવનમાં Positive Changes લાવશે.

સિંહશાસ્ત્ર પુસ્તકની મદદથી તમે :
* તમારી અંદર છુપાયેલા Leaderને બહાર લાવી શકશો.
* તમારી Communication Skillsને Develop કરી શકશો.
* તમારા Stressને સારી રીતે Manage કરી શકશો.
* તમારા વિચારોને Powerful બનાવી શકશો.
* તમારી લાગણીઓને Balance કરી શકશો.
* તમારા Decision Powerને Develop કરી શકશો.
* અડગતા અને મક્કમતાનું મહત્ત્વ સમજી શકશો.

તો હવે કરો Lifeનું Perfect મૅનેજમૅન્ટ સિંહની જેમ!

……………………

લેખકોનો પરિચય
કુશળ વ્યવસ્થાપન અને વન્યજીવ સંરક્ષણમાં અભૂતપૂર્વ યોગદાન માટે ડૉ. સંદીપ કુમાર ગુજરાત વનવિભાગના એક જાણીતા અધિકારી છે. સાત વર્ષ સુધી સાસણ, ગિર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે નાયબ વન સંરક્ષક (ભારતીય વન સેવા) તરીકે ફરજ બજાવી ચૂકેલા ડૉ. સંદીપ કુમાર, વર્તમાન સમયમાં ભાવનગર વનવિભાગ ખાતે નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવનગર એ એશિયાટિક લાયન લૅન્ડસ્કેપનો જ એક ભાગ છે. જેને સિંહોનો નવો આવાસ વિસ્તાર પણ કહેવામા આવે છે. ડૉ. સંદીપ કુમાર એ જિનેટિક્સના વિષયમાં Ph.D. કર્યું છે. એક વન્યજીવ રક્ષક હોવાની સાથે સાથે તેઓ વન્યજીવો પ્રત્યેના વિવિધ જાગૃતિ કાર્યક્રમો સાથે પણ જોડાયેલા છે. વન્યજીવોનું વ્યવસ્થાપન કરવાની સાથે સાથે કામગીરીના ભાગરૂપ તેમને વન્યજીવો અને એમાં પણ ખાસ કરીને સિંહનાં વિવિધ વર્તનો અને વર્તણૂકોનું અવલોકન કરવાની ઘણી તક મળી છે, જેના દ્વારા તેઓએ સામાન્ય લોકોને સિંહ અને તેની જીવનશૈલી, ગિર, ગિરના જૈવ વૈવિધ્ય વિષેની અતિસૂક્ષ્મ માહિતી પણ સરળ અને સહજ રીતે સમજાવી છે.
ડૉ. કુમારે ઘણા બધાં સંશોધન પત્રો, લેખો અને પુસ્તકો લખ્યાં છે. આ સિવાય તેઓએ ગિરનો સિંહ, જ્વેલ્સ ઑફ ગિર અને શૂલપાણેશ્વર જેવાં ત્રણ પુસ્તકો પણ લખ્યા છે. ડૉ. સંદીપ કુમાર વર્તમાન સમયમાં ભાવનગર ખાતે પોતાનાં પત્ની રાજ સંદીપ અને બે બાળકો આહના અને અભિરાજ સાથે રહે છે.
* * *
ડૉ. નિવેદિતા ગાંગુલી એ પ્રખ્યાત મનોચિકિત્સક છે. વર્તમાન સમયમાં તેઓ DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ખાતે આચાર્યા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ એક ઉમદા લેખિકા પણ છે. તેમણે Life Skills – A Journey of Happiness, Changing Perspective – Changing life and Solving Children’s Day to Day problems. જેવાં પુસ્તકો પણ લખ્યાં છે. તેઓ ઘણી બધી શાળાઓ, કૉલેજો અને કંપનીઓ સાથે પણ જોડાયેલાં છે. ડૉ. ગાંગુલીએ મનોવિજ્ઞાન વિષયમાં Ph.D. કરીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને તે પોતાના કૌશલ્યોનો ઉપયોગ સમાજ માટે કરવા હંમેશાં તત્પર છે.

SKU: 9789388882835 Category:
Weight 0.21 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sinhshashtra”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789388882835

Month & Year: August 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 248

Weight: 0.21 kg

કુશળ વ્યવસ્થાપન અને વન્યજીવ સંરક્ષણમાં અભૂતપૂર્વ યોગદાન માટે ડૉ. સંદીપ કુમાર ગુજરાત વનવિભાગના એક જાણીતા અધિકારી છે. સાત વર્ષ  સુધી સાસણ, ગિર અભયારણ્ય અને રાષ્ટ્રીય… Read More

શ્રીમતી નિવેદિતા ગાંગુલી એક માનસશાસ્ત્રી, ટ્રેનર અને લેખક છે. તેમનું મિશન મોટા પાયેસમાજની સેવા કરવાનું છે. તે જાકીર હુસેન ગ્રેટ ટીચરનો એવોર્ડ અને આઉટસ્ટેન્ડિંગ લાઇફસ્કિલ્સ… Read More

Additional Details

ISBN: 9789388882835

Month & Year: August 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 248

Weight: 0.21 kg