Kaliyug No Uday

Category Novel
Select format

In stock

Qty

# 1 નેશનલ બેસ્ટસેલર
પુસ્તકનું નામ : કળિયુગનો ઉદય

: ફ્રન્ટ કવર પંચલાઇન :
ધર્મ-અધર્મના યુદ્ધની પૂર્વ સંધ્યાએ,
સમયે જોયેલા ભારતની કથા

અજય પછીની મહાગાથા
લેખકનું નામ : આનંદ નીલકંઠન
ગુજરાતી બેસ્ટસેલર અસુર અને અજયના લેખક

બૅક કવર

કળિયુગના રૂપમાં એક અત્યંત ભયાનક એવા અંધારિયા યુગનો ઉદય થવા જઈ રહ્યો છે. કુરુસભામાં પાંડવો વતી યુધિષ્ઠિર અને કૌરવો વતી શકુનિએ, જુગારમાં પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે, અને પોતપોતાના વિજય માટે છેલ્લીવારના પાસા ફેંકી દીધા છે. કૃષ્ણ પાંડવોના પક્ષે છે, પણ એમને પડકાર ફેંકવાની હિંમત દુર્યોધને કરી છે, જે પોતાને હસ્તિનાપુરની ગાદીનો ન્યાયિક વારસદાર અને હક્કદાર સમજે છે. કળિયુગના ઓછાયામાં એક તરફ વિદ્વાનો, પંડિતો ધર્મ-અધર્મની ચર્ચા કરવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ સત્તાભૂખ્યા પુરુષો અંતિમ ભીષણ યુદ્ધ માટે શસ્ત્રો સજાવી રહ્યા છે. શું ઊંચ, નીચ, શ્રીમંત કે કંગાળ – દરેક વર્ગની સ્ત્રીઓએ માત્ર લાચારભાવે જોઈ જ રહેવાનું છે?
અજયથી શરૂ થયેલી કથા હવે આગળ વધી રહી છે.

મારા વિશે
આનંદ નીલકંઠન

કેરળમાં કૉચીન પાસેના એક નાના રળિયામણા ગામ ત્રિપુનીતુરામાં મારો જન્મ થયો.
એર્નાકુલમની પૂર્વમાં, વેમ્બનાડ તળાવની બીજી તરફ વસેલું આ ગામ એક સમયે કૉચીનના રાજપરિવારનું પાટનગર હતું. આ ગામની ખ્યાતિ પ્રસરાવવામાં વધુ ફાળો જોકે એની અંદર આવેલા એકસોથી વધુ મંદિર, ત્યાં જન્મેલાં શાસ્ત્રીય કલાકારો અને સંગીત વિદ્યાલયે આપ્યો હતો.
સંધ્યાટાણે દૂર મંદિરમાં વાગતાં ચેન્ડાના અવાજ, સંગીત વિદ્યાલયની દીવાલોને વીંધીને આવતાં વાંસળીના આછા સૂર હવે તો વિલાઈ ગયા છે, પણ એનું સ્મરણ હજીયે મારા મનના એક ખૂણે સચવાઈ રહ્યું છે.
ગલ્ફ દેશોમાંથી ઠલવાતા પૈસા અને સતત વિસ્તરી રહેલા કૉચીન શહેરના પરિણામે મારું ગામ હવે જોકે પહેલાં જેવું નથી રહ્યું. જૂના દિવસોમાં હતું એ સૌંદર્ય નષ્ટ થઈ ચૂક્યું છે. મારું ગામ એની અનોખી ઓળખ ગુમાવીને હવે દેશનાં બીજાં અનેક નિસ્તેજ, સામાન્ય ઉપનગરોની યાદીમાં સામેલ થઈ ગયું છે.
મારા બાળપણની વાત કરું તો, આસપાસ આટલાં મંદિરો હોય, ત્યારે પુરાણો, પૌરાણિક કથાઓમાં રસ જાગવો સ્વાભાવિક હતો. વિચિત્રતા જોકે એ હતી કે, આ કથાઓમાં આવતા સદ્ગુણી નાયકો કરતાં મને એમાં ખલનાયક તરીકે ચીતરાયેલાં પાત્રો વધુ આકર્ષતાં હતાં.
સમય વીતતો ગયો. એન્જિનિયરિંગ ડિગ્રી લઈને હું ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જોડાયો અને બેંગલોર રહેવા ગયો. ત્યાં અપર્ણા સાથે લગ્ન કરીને પુત્રી અનન્યા અને પુત્ર અભિનવનો પિતા બન્યો. પરંતુ ચિત્તમાં સંઘરાયેલા ભૂતકાળના અવાજો શાંત થવાનું નામ નહોતા લેતા. પરાજિત, શાપિત, તિરસ્કૃત લોકોની વાત કહેવા માટે મન ધક્કો માર્યા કરતું હતું. સદીઓથી પારંપરિક શૈલીમાં કહેવાતી આવેલી પૌરાણિક કથાઓમાં જે લોકોનો અવાજ ક્યારેય સંભળાયો નથી. એમને અવહેલના અને ધિક્કારના અંધકારમાંથી બહાર પ્રકાશમાં લાવવાની ઇચ્છાએ મારા મનનો કબજો લઈ લીધેલો. આ કામ કર્યાં વિના મને શાંતિ નહોતી મળવાની.
* * *
આનંદ નીલકંઠને લખેલી પહેલી નવલકથા `અસુર, મહાગાથા રાવણ અને એક સંસ્કૃતિના ધ્વંસની’ને નેશનલ #1 બૅસ્ટસેલરના રૂપમાં અપ્રતિમ સફળતા મળી, એ પછી `અજય’ એમનું બીજું પુસ્તક પ્રકાશિત થયું હતું. `અજય’ની કથાને આગળ લઈ જતું આ પુસ્તક `કળિયુગનો ઉદય’ પ્રકાશિત થઈ રહ્યું છે. આનંદનો સંપર્ક તમે mail@asura.co.in પર કરી શકો છો.

SKU: 9789351228103 Category:
Weight 0.36 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Kaliyug No Uday”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351228103

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Weight: 0.36 kg

Anand Neelakantan is an Indian author, columnist, screenwriter, television personality and motivational speaker. He has authored eight fiction books in English and one in Malayalam.… Read More

Additional Details

ISBN: 9789351228103

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Weight: 0.36 kg