Pushpadaah

Category Best Seller, Novel

In stock

Qty

અમેરિકાના આકર્ષણે ભૌતિક રીતે તો ગુજરાતીઓને સદ્ધર કર્યા, પણ વરસોથી દઝાડતો સવાલ એ છે કે જેઓ પોતાના શ્વાસમાં ભારતીય સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનું સુગંધસરોવર ભરીને ગયાં છે, એમાંના કેટલાં પરિવારો આજે એ સુગંધસરોવરમાં સરી રહ્યાં છે? તરી રહ્યાં છે?
ગુજરાતની ધરતી પરથી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા જાય છે અમેરિકાના આકાશ નીચે આકાર લેતી ગુજરાતી પરિવારોનાં બે ભૂલકાંની, ડાયવૉર્સને કારણે બેસતી કઠણાઈની કથા આલેખવા. ડૉલરિયા દેશમાં ગુજરાતી દામ્પત્યની કારુણી કંઈ જુદી જ રીતની.
ગ્રીનકાર્ડની નિસરણી, દેશમાં ચડી ગયેલું દેવું, સંપૂર્ણ ભૌતિકવાદી અમેરિકી વાતાવરણની ઝેરી અસર, ગણતરીઓની શતરંજ. અહીં છે સંતાનો, માતા, પિતા, દાદા-દાદી વચ્ચે ચાલતા લાગણીઓના રંગરંગીન આટાપાટા.
લેખક કહે છે એમ આ નવલકથાનો નાયક કોઈ વ્યક્તિ નથી, પણ મને તો `ગ્રીનકાર્ડ’ લાગે છે. આવા જ એક ગ્રીનકાર્ડના અગ્નિકુંડમાં જન્મેલાં પુષ્પને નાનાં-મોટાં અહમ, અસહ્ય સ્ખલનો અને અણસમજની આગમાંથી બચાવી લેવાના એકમાત્ર માનવીય અભિગમનું નક્કર પરિણામ એટલે જ પુષ્પદાહ….. પુષ્પને જ્યારે દાહ અનુભવાયો હશે ત્યારે એની ચીસ તમને આ પુસ્તક વાંચતાં ન સંભળાય અને તમારી આંખ ભીની ન થાય એ શક્ય જ નથી.
અમેરિકામાં જ પાત્રો વચ્ચે જીવીને, એમનામાં એકરૂપ થઈને લખાયેલી આ પહેલી જ ઇન્ડો-અમેરિકન નવલકથા એટલે કે ડોક્યુનૉવેલ “પુષ્પદાહ”.

SKU: 9789351228080 Categories: ,
Weight0.43 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Pushpadaah”

Additional Details

ISBN: 9789351228080

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 456

Weight: 0.43 kg

જેતપુરમાં જન્મેલા રજનીકુમારે લગભગ 1958-59ની સાલથી નવલિકાઓના લેખનથી લેખનની શરૂઆત કરી. 1980પછી ‘સંદેશ’માં વાર્તાત્મક ‘ઝબકાર’ કટાર દ્વારા તેમને વિશેષ ખ્યાતી મળી. 2020સુધીમાં તેમના સિત્તેર ઉપરાંત… Read More

Additional Details

ISBN: 9789351228080

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 456

Weight: 0.43 kg