સ્મૃતિઓનું શાંતિનિકેતન
“પેટે પાટા બાંધીને તારાં મા-બાપ તને શાન્તિનિકેતન મોકલી રહ્યાં છે. મન દઈને ભણજે, દીકરા !” લેખકના દાદીએ લેખકને કહેલું. એ મન દઈને ભણ્યા કે નહીં એ તો આપણે નથી જાણતા, પણ આ પુસ્તક જરૂર મન દઈને લખ્યું છે. એથી, જ એ આપણા -અંતરમનના ઊંડાણને સ્પર્શે છે અને એની નિચ્છલતા આપણને મોહિત કરે છે.
નર્મદા-પરિક્રમાનાં પુસ્તકોથી ખૂબ જાણીતા થયેલા ચિત્રકાર-લેખક અમૃતલાલ વેગડ કલાકારોની જન્મભૂમિ સમાં શાન્તિનિકેતનમાં પાંચ વર્ષ રહ્યા. પહેલાં એ આપણને નર્મદાના સૌંદર્યલોકમાં લઈ ગયા. હવે જાણે કે કાળમાં સુરંગ ખોદીને, અડધી સદી પહેલાંના શાન્તિનિકેતનના સૌંદર્યલોકમાં લઈ જાય છે. આ પુસ્તકનો વૈભવ, લેખકનાં અન્ય પુસ્તકોની જેમ, એની રસળતી, રસ ઝરતી બાનીમાં
અને એના સાદગીપૂર્ણ સૌંદર્યમાં છે.
Be the first to review “Smrutio Nu Shantiniketan”