Tamari Unlimited Shaktio Thi Rich Bano

Category Self Help
Select format

In stock

Qty

તમારી Unlimited શક્તિઓથી Rich બનો

તમે કદી એવું વિચાર્યું છે કે જિંદગીમાં બે સાંધા ભેગાં કરવા માટે ક્યાં સુધી મથતા જ રહીશું ? તમારી પોતાની ઇચ્છાઓ, પરિવારની અપેક્ષાઓ અને ભવિષ્યનું પ્લાનિંગ… The list is endless…! એવું પણ મનમાં થતું જ હશે કે ઘણું બધું મેળવવાનું બાકી છે અને મંજિલ હજી ઘણી દૂર દેખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રશ્નોનો એકમાત્ર ઉકેલ Rich બનવાથી જ આવી શકે છે. આ પુસ્તક એવાં જ લોકો માટે લખાયું છે કે જેઓ પોતાની સંપત્તિમાં વધારો કરીને જિંદગીમાં સુખ, સંતોષ અને આનંદ અનુભવવા માંગતા હોય. ઇન્ટરનેશનલ બેસ્ટસેલર ઑથર, ડૉ. જૉસેફ મર્ફીની અહીં દર્શાવેલ અત્યંત જાણીતી પદ્ધતિઓથી લાખો લોકો Rich બનીને પોતાનાં સપનાં સાકાર કરી શક્યાં છે. આ સરળ અને અસરકારક પગલાંઓ તમને Rich બનાવશે, જરૂર છે માત્ર તમારી અંદર રહેલી Unlimited શક્તિઓને ઓળખવાની અને કામે લગાડવાની! યાદ રાખો, Rich બનવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે.

લેખક વિશે…
જૉસેફ મર્ફીનો જન્મ આયર્લેન્ડના કાઉન્ટી ઑફ કોર્ક નામના નાનકડા શહેરમાં 20 મે, 1898ના રોજ થયો હતો. તેઓ નેશનલ સ્કૂલમાં ભણ્યા હતા અને સારી સફળતા મેળવી હતી. તેઓને પાદરી થવાના ભણતર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જીસસ સેમિનેરિયન તરીકે તેમને પ્રવેશ મળ્યો હતો.
જોકે તેઓ 20 વર્ષના થયા તે પહેલા જ જીસસમાં માનતા લોકોની કેથોલિક રૂઢિઓ અંગે તેમણે પ્રશ્નો કરવાના શરૂ કરી દીધા હતા અને તેઓએ સેમિનરી છોડી દીધી હતી. તેમનું ધ્યેય નવા વિચારો અને નવા અનુભવો મેળવવાનું હતું અને એ ધ્યેય કેથોલિક આધિપત્યવાળા આયર્લૅન્ડમાં સિદ્ધ થઈ શકે તેમ ન હોવાથી તેઓ પોતાના પરિવારને છોડી અમેરિકા જવા રવાના થઈ ગયા હતા.
તેઓનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન નબળું હતું, કારણ કે તેમના ઘરમાં અને શાળામાં ગેલિક ભાષાનું ચલણ હતું, તેથી ઘણા આઇરીશ હિજરતીઓની જેમ મર્ફીએ પણ દૈનિક મજૂર (રોજમદાર) તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને પોતે સારી રીતે જમી શકે અને ભાડું ભરી શકે તેટલું કમાવા લાગ્યા.
તેઓ અને તેમનો રૂમ પાર્ટનર મિત્ર બની ગયા હતા અને એ મિત્ર જે ફાર્માસિસ્ટની દુકાનમાં કામ કરતો હતો ત્યાં એક જગ્યા ખાલી થઈ તો મર્ફીને તેણે પોતાના આસિસ્ટન્ટ તરીકેની નોકરી અપાવી દીધી. તેઓએ તે પછી તરત જ ફાર્મસીનું જ્ઞાન પ્રાપ્ત કરવા તેવી સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધો અને તેઓ પૂર્ણ પ્રમાણિત ફાર્માસિસ્ટ બની ગયા હતા. આગળ જતા તેઓએ એ જ દવાની દુકાન ખરીદી લીધી હતી અને થોડાં વર્ષો સુધી તે વ્યવસાય સફળતાથી ચલાવ્યો હતો.
અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં સામેલ થયું ત્યારે મર્ફી અમેરિકન લશ્કરી સેવામાં જોડાઈ ગયા હતા અને મેડિકલ યુનિટમાં ફાર્માસિસ્ટ તરીકે સેવા આપવા લાગ્યા હતા. પોતાના સેના સાથેના જીવન દરમિયાન તેઓને વિવિધ ધર્મો વિશે જાણવાનો રસ જાગ્યો અને વિવિધ ધર્મો અને માન્યતાઓ વિશે ઘણું જ વાંચન કર્યું. સેનામાંથી પાછા ફર્યા પછી તેઓને ફાર્માસિસ્ટના વ્યવસાય તરફ પાછા જવાનું પસંદ પડ્યું નહીં અને તેઓએ મુસાફરી કરવા માંડી અને અમેરિકા તથા બીજા દેશોની યુનિવર્સિટીઓમાં વિવિધ વિષયો ભણવાનું ચાલુ કર્યું.
પોતાના આ અધ્યયનોને કારણે તેઓ એશિયાના જુદા જુદા ધર્મોથી પ્રભાવિત થયા અને તેથી તેઓ ભારતમાં ધર્મો અંગેનો ઊંડો અભ્યાસ કરવા આવ્યા. તેમણે પ્રાચીન મહાન ફિલસૂફોથી માંડીને અદ્યતન ફિલસૂફો સુધીનો અભ્યાસ કર્યો.
જે એક વ્યક્તિની મર્ફી ઉપર સૌથી વધુ અસર થઈ હતી તે હતા ડૉ. થોમસ ટ્રોવર્ડ જેઓ ન્યાયાધીશ, ફિલસૂફ, ડૉક્ટર અને પ્રોફેસર હતા. તેઓ મર્ફીના વડીલ સલાહકાર બની ગયા. તેઓ પાસેથી મર્ફીએ તત્ત્વજ્ઞાન, ધાર્મિક જ્ઞાન અને કાયદા અંગે જ્ઞાન મેળવ્યું, પણ સાથે સાથે ગૂઢવિદ્યા અને ખાસ કરીને `મેસન’ પંથનું પણ જ્ઞાન મેળવ્યું. મર્ફી પોતે `મેસનિક’ પંથના સક્રિય સભ્ય થઈ ગયા અને તેમાં વર્ષો સુધી કામ કર્યું અને સ્કૉટીશ વિધિ મુજબ 32મી મેસનિક રેન્ક તેઓએ હાંસલ કરી.
તેઓ અમેરિકા પાછા ફર્યા ત્યારે તેમણે ધર્મના મિનિસ્ટર થવાનું પસંદ કર્યું. ખ્રિસ્તી ધર્મની રૂઢિ પ્રણાલી વિશેના તેમના વિચારો જુદા પડતા હતા, આથી તેમણે લૉસ ઍન્જલસમાં પોતાના જ ચર્ચની સ્થાપના કરી. પહેલા તો તેમના ચર્ચને મોળો પ્રતિસાદ સાંપડ્યો, પરંતુ થોડા વખતમાં તેમની અપેક્ષા અને આશાભર્યા સંદેશાઓને લીધે ઘણાં સ્ત્રી-પુરુષો એમના ચર્ચ તરફ આકર્ષાઈને આવવા માંડ્યાં.
મર્ફીનું સ્થાનિક ડિવાઇન સાયન્સ ચર્ચ લોકોથી એટલું ઊભરાઈ ગયું કે સિનેમા થિયેટર વિલશાયર એબેલ ભાડે લેવું પડ્યું. તેમનાં ભાષણો સાંભળવા એટલા બધા લોકો આવતા હતા કે આ થિયેટર પણ નાનું પડ્યું. પોતાના બહોળા શ્રોતા વર્ગ સુધી પહોંચવા માટે તેઓએ સાપ્તાહિક રેડિયો શોની શરૂઆત કરી અને પછી તો તેમને લાખો શ્રોતા સાંભળવા માંડ્યા.
તેઓએ 30 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનું ઉત્તમ પુસ્તક “પાવર ઑફ યૉર સબકોન્શ્યસ માઇન્ડ” 1963માં પ્રકાશિત થયું હતું અને તરત જ બેસ્ટ સેલર પુસ્તક બની ગયું હતું. દુનિયાની વિવિધ ભાષાઓમાં અનુવાદ થઈને તેની લાખો નકલો વેચાઈ ગઈ છે અને હજી પણ વેચાય છે.
1981ના ડિસેમ્બર માસમાં ડૉ. મર્ફી અવસાન પામ્યા. તેમનાં પત્ની ડૉ. જીન મર્ફીએ પોતાના મૃત્યુપર્યંત ડૉ. મર્ફીની મિનિસ્ટ્રી ચાલુ રાખી હતી.

SKU: 9789351228110 Category:
Weight 0.14 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tamari Unlimited Shaktio Thi Rich Bano”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351228110

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Weight: 0.14 kg

જૉસેફ મર્ફીનો જન્મ આયર્લેન્ડના કાઉન્ટી ઑફ કોર્ક નામના નાનકડા શહેરમાં થયો હતો. તેઓ નેશનલ સ્કૂલમાં ભણ્યા હતા અને સારી સફળતા મેળવી હતી. તેઓને પાદરી થવાના… Read More

Additional Details

ISBN: 9789351228110

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Weight: 0.14 kg