Arisa Ma Yatra

Category Short Stories
Select format

In stock

Qty

જીવનનાં આંગણામાં અનુભૂતિનું અજવાળું!

ગુજરાતી સાહિત્યમાં વાર્તાનું સ્વરૂપ સમયે સમયે બદલાતું રહ્યું છે. મલયાનિલની `ગોવાલણી’ વાર્તાથી અંજલિ પ્રદીપ ખાંડવાલાના `અરીસામાં યાત્રા’ સંગ્રહ સુધી ઘણી બધી વાર્તાઓએ નવાં નવાં પરિમાણો ઊભાં કર્યાં છે.
સમાજના ભિન્ન ભિન્ન સ્તરમાંથી આવતાં લોકોની વ્યથા-કથા અહીં એક જુદા જ ભાવવિશ્વની રચના કરે છે. સંજોગો સામે ઝૂકી જવાને બદલે સંજોગોનો હસતે મોઢે સ્વીકાર કરી સંજોગોને પોતાના ફ્રૅન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ બનાવતા લોકોની અહીં વાતો છે.
વ્યક્તિનાં વ્યક્તિત્વમાં આવતાં પરિવર્તનો અને જગતને જિંદગી જીવવાના, જિંદગી માણવાના પૂરા અંદાજને પૉઝિટિવિટીથી બદલી નાખતી આ વાર્તાઓ ગુજરાતી સાહિત્યના આકાશમાં ધ્રુવતારક સમી બની રહેશે.
અહીં માત્ર કલ્પનાનાં ચિત્રો મૂકવામાં નથી આવ્યાં. જે જે પાત્રો આ સંગ્રહની વાર્તાઓમાં વસે છે, શ્વસે છે એ સૌ પોતપોતાનાં જીવનની ગ્રાઉન્ડ રિયાલિટીનું દર્શન કરાવે છે. દરેક વાર્તા વાંચતાં તમને સતત એવી અનુભૂતિ થવાની કે આ વાર્તાઓ તમારાં ખુદના જીવનનો, આજ સુધી કોઈનેય નહીં સંભળાયેલો આગવો અવાજ છે.
ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કોઈ કૃતિને એકસાથે લોકપ્રિય અને કલાત્મક બનવાનો અવસર મળતો હોય છે. તમારા હાથમાં જે વાર્તાસંગ્રહ છે એને આવો અમૂલ્ય અવસર સાંપડ્યો છે. એ જ આ સંગ્રહનું સાહિત્યિક મૂલ્ય ઉજાગર કરે છે.
જિંદગીને જીવન બનાવતી કંઈક અનોખી અને અપૂર્વ અનુભૂતિનું અજવાળું એટલે આ `અરીસામાં યાત્રા!’

SKU: 9789388882392 Category: Tags: , , ,
Weight0.16 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Arisa Ma Yatra”

Additional Details

ISBN: 9789388882392

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Weight: 0.16 kg

અંજલિ ખાંડવાળા ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તાલેખક, ગાયક અને બાળસાહિત્યકાર હતા. તેઓ વાનીએ કૉલેજ મોન્ટ્રીઅલ, કેનેડામાં 1970-75 સુધી અધ્યાપક હતા. તેઓ 1975માં અમદાવાદ આવ્યા અને ત્યાં… Read More

Additional Details

ISBN: 9789388882392

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Weight: 0.16 kg