‘મોતીચારો’ અને ‘સાયલન્સ પ્લીઝ’ શ્રેણી દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા એવા ડૉ. આઈ. કે. વીજળીવાળા ગુજરાતના લોકપ્રિય લેખક છે. વ્યવસાયે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર વીજળીવાળા ભાવનગરમાં રહે છે. બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું બહુ મોટું પ્રદાન છે. તેમણે લખેલી સાહસકથાઓ જાણીતી છે. ‘બાળ આરોગ્યશાસ્ત્ર’ અને ‘બાળકોના ચેપી રોગ’ એ એમનાં આરોગ્યલક્ષી પુસ્તકો છે. તેમની નવલકથાઓ ‘અખેનાતન’, ‘લકી’ અને ‘પ્રોજેક્ટ લાયન’ ટૂંક સમયમાં જ ખૂબ લોકપ્રિય થઈ છે. એમની 'મોતીચારો' પુસ્તકની એક લાખ કરતાં વધુ કોપી અને 'મનનો માળો' પુસ્તકની પચાસ હજાર કરતાં વધુ કોપી વેચાઈ ચૂકી છે.
“Kal Ni Kedi Ae Thi” has been added to your cart. View cart