Kamlesh Joshi
2 Books
કમલેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ 'ઓલ ઇઝ વેલ' પ્રકાશિત થયો છે. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત ગાર્ડિયન દૈનિક વર્તમાનપત્રમાં તેમની કૉલમ 'ડાયરી' સારી લોકપ્રિયતા પામી છે. તેમની નવલકથા 'સાપસીડી' સાંધ્ય દૈનિક નોબતની સંગત પૂર્તિમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા તેમની નવલકથા 'સાપસીડી'ને પ્રશંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. માતૃભારતી દ્વારા આયોજિત લૉન્ગ સ્ટોરી કૉમ્પીટીશનમાં તેમની ક્રાઇમ થ્રીલર વાર્તા 'મધર ઍક્સપ્રેસ'ને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની વાર્તા 'ઓલ ઇઝ વેલ' અને 'મા તે મા' જલસો પર વાચિકમ્ સ્વરૂપે પ્રસિદ્ધ થયેલ છે.
Social Links:-

Showing all 2 results

  • All Is Well

    125.00

    આમિર ખાનનું સૂપરહિટ મૂવી ૩ Idiots યાદ છે? તેમાં એક સ-રસ વાત હતી…. જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો અને પડકારો તો રહેવાના જ…. આવા સમયે દરવખતે માથું પકડીને નિરાશ બેસી ન રહેવાય. આવા સંજોગોમાં તો મનને All ઈઝ Well કહીને થાબડવાનું, મનાવવાનું, સમજાવવાનું… આવું કરો એટલે તમારા મનને તરત સારું લાગે,... read more

    Category: New Arrivals
    Category: Short Stories
  • Saap Sidi

    199.00

    સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે. સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ...! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ... read more

    Category: Novel