વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરૂચિ ગળથૂથીમાં મળ્યા અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ કરી. 1966થી લેખન કારકિર્દીની શરૂઆત ફેશન કૉલમિસ્ટ તરીકે કરી. પહેલી નવલકથા પેરીમેસનની અસર તળે રહસ્યકથા લખી અને તરત મૌલિક કથાલેખનની શરૂઆત કરી. બીજી જ નવલકથા `તિમિરનાપડછાયા' પરથી ગુજરાતી ફિલ્મ અને નાટક તૈયાર થયું, જેનાં દેશ-પરદેશમાં ઘણાં શો થયા. `મારેપણએકઘરહોય' નવલકથાને શ્રેષ્ઠ કૃતિનું ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું અને દીર્ઘ લેખનયાત્રામાં અનેક પારિતોષિક, ઍવૉર્ડ્ઝ અને સન્માન મળ્યાં.
તેમણે વણખેડાયેલા વિષયો પસંદ કરી, સત્યઘટના પ્રસંગો પાત્રોને નહીં સાંધો નહીં રેણ એ રીતે કલ્પનાથી રસીને એક પછી એક સામાજિક નિસ્બત ધરાવતી ઉત્કૃષ્ટ નવલકથાઓ આપી છે. તેમની કલમ તેમને ક્યાં ક્યાં લઈ ગઈ છે! લેપ્રસી કોલોની, જેલમાં, યુદ્ધનાં મેદાનમાં, તો મૅન્ટલી ચૅલેન્જ્ડ બાળકોની હૉસ્પિટલમાં, મધ્યપ્રદેશનાં ઘન જંગલમાં આદિવાસીઓ વચ્ચે. `ગાંઠછૂટ્યાનીવેળા' નવલકથા માટે દર્શકે કહ્યુંં હતું, આકથાએગુજરાતીસાહિત્યમાંનવીદિશાનીબારીખોલીછે. નારાયણ દેસાઈએ કહ્યુંં, રક્તપિત્તગ્રસ્તોનીકથા`અણસાર'નવલકથાતરીકેતોઉત્કૃષ્ટકલાકૃતિછેજપણએથીવિશેષપીડિતમાનવતામાટેએકપૈગામછે.
તેમને અસંખ્ય પારિતોષિકો અને સન્માન પ્રાપ્ત થયાં છે. સાહિત્યઅકાદમીઍવૉર્ડ, દર્શકઍવૉર્ડ, રણજીતરામસુવર્ણચંદ્રક, ગુ.સા. પરિષદ, ગુ.સા. અકાદમી અને મહારાષ્ટ્રગુ.સા. અકાદમીએ તેમનાં પુસ્તકોને પુરસ્કૃત કર્યા છે. ગુ.સા. અકાદમી, મ.ગુ.સા. અકાદમી, નર્મદસાહિત્યસભા, સાંસ્કૃતિકઅભિયાન, પ્રિયદર્શીનીઍવૉર્ડ જેવા લાઇફટાઇમઍચિવમૅન્ટ સન્માન મળ્યાં છે.
છેલ્લાં 50 વર્ષનાં રાજકીય સામાજિક બદલાવને પ્રતિબિંબિત કરતી તેમની બૃહદ યશસ્વી નવલકથા `ક્રોસરોડ'ને ગુ.સા. પરિષદનું સર્વોચ્ચ સાહિત્યકૃતિનું સન્માન સાથે બીજા અનેક ઍવૉર્ડ્ઝ મળ્યા છે.
લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ અમેરિકાની, વિશ્વની અત્યંત સમૃદ્ધ, વિશાળ લાઇબ્રેરી છે. ભારતની પ્રમુખ ભાષાઓનાં સર્જકોનાં સ્વરમાં તેમની કૃતિઓનાં રેકોર્ડિંગ્સ સાઉથ એશિયન લિટરેચર પ્રોજેક્ટમાં આર્કવાઇઝમાં સાચવવામાં આવ્યા છે, ગુજરાતી ભાષામાં આ માટે વર્ષા અડાલજાની પસંદગી થઈ હતી. આજે તેમનું રેકોર્ડિંગ્સ ફોટા સાથે વૉશિંગ્ટન DCની લાઇબ્રેરીમાં છે.
તેમની કથા પરથી ફિલ્મો, નાટકો અને ટી.વી. શ્રેણીઓ બની છે અને પારિતોષિકો મળ્યાં છે. 2009માંલંડનઇન્ટરનેશનલબુકફેરમાંભારતનીજુદીજુદીભાષાનાડેલિગેશનમાંતેમનીપસંદગીથઈહતી, લિટરલીએકૅડમીઑફનોર્થઅમેરિકાનાઆમંત્રણથી, કવિવરટાગોરનીજન્મજયંતિનિમિત્તેતેમનેવિશેષઅતિથિતરીકેઆમંત્રણમળ્યુંહતું.
તેઓ વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલાં છે. વર્ષ 2012માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વર્ષા અડાલજાની વરણી થઈ. દિલ્હી સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ પર તેમની નિયુક્તિ થઈ અને સાહિત્ય અકાદમીના ગુજરાતી પ્રાદેશિક બોર્ડ પર અત્યારે ત્રીજી ટર્મ માટે તેમની નિયુક્તિ થઈ છે.
વર્ષો સુધી ઑલ ઇન્ડિયા રેડિયો – મુંબઈ પર લેખક-અભિનેત્રી તરીકે અને રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. જન્મભૂમિ જૂથનાં `સુધા' અને ટાઇમ્સ ગ્રુપના ગુજરાતી `ફેમિના'ના તંત્રી તરીકે તેઓ કાર્યરત હતાં.
તેમના સર્જન પર અનેક વિદ્યાર્થીઓએ Ph.D. કર્યું છે, તેમનાં પુસ્તકો અભ્યાસક્રમમાં છે.
પ્રતિષ્ઠિત સંસ્થા Sparrow : Sound and Picture Archives For Research On Women તરફથી 2018માં સ્પેરો લીટરલી ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.